ગુજરાત: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. 14 માર્ચથી પરીક્ષા શરૂ થશે. શિક્ષણમંત્રીએ સોશ્યલ મિડીયામાં ધોરણ 10 બોર્ડ પરીક્ષાની તારીખ સાથેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. આ ઉપરાંત 14 માર્ચે -૨૦૨૩ની ધોરણ-૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.