ધરમપુર: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી ગ્રામિણ વિસ્તારોમાં ગ્રામિણ કપની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહ્યી છે ત્યારે ધરમપુર તાલુકાના સાદડવેરા ગામમા પણ જય બજરગબલી ક્રિકેટ ક્લબ દ્વારા એક સપ્તાહ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતુ

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના વિવિધ ગામોની 32 જેટલી ટીમોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ગામના લોકોનું એમ કહેવું છે કે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન છેલ્લા બે દસકા કરતા પણ વધારે વર્ષોથી સતત કરવામાં આવી રહ્યું છે. જેમાં આ વખતે 32 ટીમોએ ભાગ ઈધો હતો અને ધરમપુર જામલિયા ગામની ટીમનો ભવ્ય વિજય મેળવ્યો હતો.

32 ટીમો માંથી જામલિયા ગામની ટીમ અને ગુંદિયા ગામની ટીમ ફાઇનલમાં પહોચી હતી. જેમા ફાઈનલમાં જામલિયા ગામની ટીમએ 12 ઓવર માં 122 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુંદિયા ટીમ માત્ર 42 રને ઓઆઉટ થઈ ગઈ હતી. અને જામલિયા ગામની ટીમનો ભવ્ય વિજય થયો હતો. બધા જ જામલિયા ગામના ખેલાડીઓ અને જામલિયા ગામવાસીઓએ ભૂતપૂર્વ જામલિયા ગામની ટીમના કેપ્ટન સ્વ: દિલીપભાઈ રાઉતને શ્રદ્ધાંજલી રૂપે ભવ્ય જીત અર્પણ કરી હતી.