ધરમપુર: ધરમપુર વિસ્તારના લોકોની જે વર્ષોથી માંગણી હતી કે આ વિસ્તારમાં એક બલ્ડબેંક હોય જે ભાગરૂપે રાજ્ય સરકારે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં એક બ્લડ બેંકની મંજૂરી આપી છે જેને લઈને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

હોસ્પીટલના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારના લોકો માટે આરોગ્યલક્ષી મહત્વની સુવિધા મળશે. હાલમાં સ્ટેટ હોસ્પિટલના બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં દર્દીઓ માટે નિયમિત વલસાડ રકતદાન કેન્દ્રમાંથી વિવિધ ગ્રુપના 20 કે 25 યુનિટ રક્ત લાવીને મુકવામાં આવશે. લોકો માસિક પ્રસુતિ, સિકલસેલ એનિમિયા અને અન્ય સર્જરી માટે દર્દીના સગાંસંબધી વલસાડ, બીલીમોરા જેવા શહેરોમાં આવેલી બલ્ડ બેંકમાં જવાની ફરજ પડતી હતી ત્યારે હવે સ્થાનિક સ્તરે લોકોને હવે આ સુવિધા મળશે.

હાલમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલના સંકુલમાં જ બ્લડબેંકની જગ્યા નક્કી કરવામાં આવી છે. બ્લડબેંકની સુવિધા ઉભી થવાથી ધરમપુરની નજીકમાં આવેલા કપરાડા અને વાંસદા વિસ્તારના લોકો લોકોને લોહી માટે જે દોડવું પડતું હતું તેમાં રાહત મળશે