ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બા નું શુક્રવારે સવારે નિધન થયું છે. માતાને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે ગૌરવપૂર્ણ સદીનો ભગવાનના ચરણોમાં વિરામ… માતામાં મેં હંમેશા ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી…

 

 

100 વર્ષની વયે હીરા બાએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. બુધવારે જ તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. PM મોદી ઘણીવાર તેમની માતા સાથેના સંબંધો વિશે વાત કરતા હતા. વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંની હોસ્પિટલમાં તેમની માતાને મળ્યા હતા. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. થોડા દિવસો પહેલા જ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.