વાંસદા-આહવા: ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન અને ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે ” આરોગ્ય ” કાર્યક્રમ દ્વારા કુપોષણ ઘટાડવાના સંદર્ભમાં તાલીમ યોજાઈ હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન અને ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે ” આરોગ્ય ” કાર્યક્રમ દ્વારા વાંસદાના ૧૦ અને આહવાના ૬ એમ કુલ પસંંદ કરેલા 16 ગામોની આશા, એ. એન. એમ. અને આંગણવાડી કાર્યકરોની સંચાર અને પરામર્શ (કુપોષણ ઘટાડવાના સંદર્ભમાં) નિવાસી તાલીમ લાછકડી બાયફ કેમ્પસ 19 થી 28 ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવી હતી.

સમગ્ર દેશથી લઈ ગામ સ્તર સુધી મહિલાઓ, કિશોર/કિશોરીઓ અને બાળકોમાં કુપોષણ એક સળગતી સમસ્યા છે, અને દરેક સ્તર તેમાં સુધારો લાવવા માટે અનેક પ્રયત્નો માંગે છે. આ સંદર્ભમાં કૂૂપોષિિત બાળકોના માતા પિતા સાથે ઘનિષ્ઠ પરામર્શની તાતિ જરૂરિયાતને ધ્યાનમા રાખી આ તાલિમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. તાલિમમાં કુલ 99 સહભાગીઓએ ભાગ લીધો હતો.