ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકાના રૂંઢીગવાણ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધો 1 થી 8 માં અભ્યાસ કરતાં બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને ગ્રામ્ય જીવનની જીવનશૈલી જોડે પર્યાવરણની જાળવણી માટે જંગલ કેટલું ઉપયોગી છે તેની સમજ વિકસાવવા બાળકોનું વનભોજન યોજાયું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ઉમરપાડા તાલુકાના રૂંઢીગવાણ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધો ૧ થી ૮માં અભ્યાસ કરતાં બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને ગ્રામ્ય જીવનની જીવનશૈલી જોડે પર્યાવરણની જાળવણી માટે જંગલ કેટલું ઉપયોગી સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ અર્થે શાળાના બાળકો સાથે ગામની નજીક આવેલ જંગલની તટ પર વનભોજનનું આયોજન સફળતા પુર્વક કરવામાં આવ્યું.

શાળા બાળકોને વનસ્પતિની ઓળખ અને પ્રવાસ કરવાં જતાં હોય ત્યારે પ્રવાસ દરમ્યાન કચરો ફેંકતા હોય છે,તો પ્લાસ્ટિક નો ઉપયોગ કરતાં હોય છે,જે જ્યાં ત્યાં નહીં ફેંકવા આને સ્વચ્છતા રાખવી ઘરે કે ઘરની બહાર જે બાબતે માહિતી આપી. જેમા શાળા આચાર્યશ્રી જયેશભાઇ પટેલ અને શાળાના સ્ટાફ, શાળા વ્યવસ્થાપન સમિતિ, ગ્રામજનો અને યુવાઓ સહયોગ આપ્યો હતો.