વાપી: આજરોજ ગામના પ્રથમ નાગરિક ગણાતા વાપી તાલુકાના ચિભડકચ્છગામનો સરપંચને સફળ ટ્રેપ દ્વારા 10 હજાર રૂપિયાની લાંચ લેતા ACB એ ઝડપી લેતા સમગ્ર વિસ્તારમાં ગામના લોકોમાં અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનું વંટોળ ફરી વળ્યો છે.

જુઓ વિડીયો…

Decision News ને પોલીસ ફરિયાદ માંથી મળેલી માહિતી મુજબ આ કામના ફરીયાદી નાઓ બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયનુ કામ કરતા હોય અને ટ્રકમાં રેતી કપચી, માટી વિગેરે ઓર્ડર મુજબનુ ભરી કન્સ્ટ્રકશન સ્થળે પહોંચાડવા સારૂ વાપી તાલુકાના ચીભડકચ્છ ગામ માંથી પસાર થતા રોડ ઉપરથી જવાનુ થતુ હોય જે અંગે ચીભડકચ્છ ગામમાંથી ખાલી તથા ભરેલી ટ્રકો પસાર કરવાના અવેજ પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે પ્રથમ રૂા.૧૫,૦૦૦/- (પંદર હજાર) ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂા.૧૦,૦૦૦/- (દસ હજાર) આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૧૦,૦૦૦/- (દસ હજાર)ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયો હતો.