નવસારી: દક્ષિણ ગુજરાતમાં આવેલા આદિવાસી વિસ્તારોમાં અત્યાર સુધી ક્યારેક ઠંડી ક્યારેક ગરમી એમ બંને ઋતુનો અહેસાસ થઇ રાહ્યો હતો પણ ગતરોજ નવસારીમાં માસ અંતમાં પહેલી વખત ઠંડીનો ચમકારો વધ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

ગતરોજ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે રાત્રીએ સિઝનમાં પહેલી વખત લોકોએ ઠંડીનો ચમકારોનો લોકોને અહેસાસ થયો હતો. હવામાન વિભાગના નોંધ્યા અનુસાર નવસારીમાં મહત્તમ તાપમાન 27.0 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહ્યું હતું.

રાત્રી દરમિયાન પવનની ગતિ 6.7 km પ્રતિ કલાકે નોંધાય હતી. ગુલાબી સવારથી ઠંડા પવનને લઈને લોકો આખો દિવસ ગરમ કપડાં નજરે ચડ્યા હતા. ગતરોજ લઘુત્તમ તાપમાન 10 ડીગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ હોવાનું લોકો માને છે.