વલસાડ: આદિવાસી વિસ્તારોમાંથી જે જંગલો સાફ કરવા જે પુષ્પાઓ સક્રિય થયા છે તેને રોકવા માટે વલસાડ જિલ્લા વન વિભાગના નાનાપોઢા રેંજના વન વિભાગમાં અધિકારીઓ જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હોય છે ત્યારે ગતરોજ મોટી વળીયાળ ગામના નદીપાડા ફળિયામાં 2.90 લાખનો બિનવારસી લાકડાનો જથ્થો વનવિભાગના અધિકારીઓએ ઝડપી પાડ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વનવિભાગને આ લાકડાના જથ્થા અંગે મોટી વળીયાળ ગામના નદીપાડા ફળિયામાંથી બાતમી મળી હતી તેના આધારે બાતમી વાળી જગ્યા પર વનવિભાગના અધિકારીઓએ તપાસ કરી અને તેઓએ ઘણા સ્થળે છુપાવેલી હાલતમાં 2.90 રૂપિયાના સાગના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. હાલમાં આ જથ્થાનો કબજો લઇ વલસાડ વન વિભાગની ટીમ દ્વારા રેન્જ ફોરેસ્ટ કચેરીમાં અજાણ્યા વ્યક્તિઓ પર ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વલસાડ વન વિભાગની ટીમના નાનાપોઢા રેન્જ ફોરેસ્ટર અધિકારી અભિજીતસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે તેઓની અને તેમની ટીમ દ્વારા કરેલી કામગીરીના પગલે નાનાપોઢા રેન્જના મોટી વહિયાળ ગામના નદીપાડા ફળિયામાં આ પુષ્પાઓનો પર્દાફાસ થયો હતો.

