વાંસદા: કામ પ્રત્યેની લગન અને મહેનત તમને સફળતા અપાવે છે આ વાક્ય છે વાંસદાના રાણી ફળીયામાં રહેતા અને વાંસદાની મોટી ભોમતીમાં પોતાનો પાર્ટનરશીપમાં બિઝનેશ આરંભ કરી રહેલા સાવન પટેલના.. ત્રણ આદિવાસી યુવાનો મળીને એક નવું સાહસિક કામ ઉપાડ્યું છે. ત્યારે Decision News એ તેમની સાથે વાત કરી હતી આવો જોઈએ તેમનું શું કહેવું છે..
જુઓ વિડીયો..
આજના સ્પર્ધાત્મક સમયમાં આદિવાસી સમાજના મોટાભાગના યુવાનોમાં લઘુતાગ્રંથી સવિશેષ જોવા મળે છે. એક કોઈ પણ સાહસિક કામ કરવા મનમાં ખચકાટ અનુભવતા હોય છે ત્યારે વાંસદાના આ આદિવાસી સમાજના ત્રણ યુવાનોએ લઘુતાગ્રંથી દૂર કરીને કામ પ્રત્યે સમર્પિત થવાની ભાવના શૂન્ય માંથી સર્જન તરફ પહેલ કરી છે. આ યુવાનોના સાહસને જોઈ બીજા આદિવાસી યુવાનોને પ્રોત્સાહન મળશે એમાં બે મત નથી.