વાંસદા: ગતરોજ બાતમીના આધારે ચક્રવ્યૂહ ગોઠવી વાંસદા પોલીસે 72 હજારનો કડોદરા-સુરત તરફ જતી પીક અપ ને પકડી પાડી હતી જેમાં એક ની ધરપડક અને બે નાસી ગયેલા શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા PSI વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે હેર્ડ કોન્સ્ટેબલ નિલેશ અરવિંદભાઈને બાતમી મળી કે GJ-6-X-5662 નંબરની પિકઅપ ઈંગ્લીશ.દારૂ ભરીને વાંસદા, ભીનાર, ઉનાઈ થઈ કડોદરા નીકળવાની છે. આ બાતમીના ધ્યાને રાખી વાંસદા પોલીસે કોષખાડીના પુલ ઉપર વોચ રાખી હતી અને શંકાસ્પદ પિકઅપ ત્યાંથી પસાર થતા જ તેને ઉભી રાખી તપાસ કરતાં વ્હિસ્કીની નાની 576 બોટલ મળી આવી હતી જેની કીમત 72 હજાર થાય છે અને જપ્ત કરેલી પિકઅપના 2 લાખ, મોબાઈલ અને રોકડ રૂપિયા એમ મળીને 2,77,210 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂ ભરેલી પીકઅપના ચાલક પલસાણા સુરતના ઉદય મહેશરામ ચંદ્રવંશી છે. તે અનિલ નામના ઇસમ પાસે થી ભીલાડ સેલવાસથી દારુ લાવ્યો હતો અને કડોદરાના જાવેદ નામના ઈસમને દારુ આપવાનો હતો. વાંસદા પોલીસે પીકઅપ ચાલક ઉદય ચંદ્રવંશી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. અને અનિલ અને જાવેદને વોન્ટેડ જાહેર કર્યો છે.

