ગુજરાત: ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત મહેમાનો હતા.

આવો જોઈએ કોને મળ્યા કયા ખાતા..

1. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ – મુખ્યમંત્રી – ઘાટલોડિયા (અમદાવાદ શહેર)

કેબિનેટ મંત્રીશ્રીઓ
1. શ્રી કનુભાઈ દેસાઈ – પારડી (વલસાડ)નાણાં
2. શ્રી રૂષિકેશભાઈ પટેલ – વિસનગર (મહેસાણા)મહેસુલ શિક્ષણ આરોગ્ય
3. શ્રી રાધવજી પટેલ – જામનગર ગ્રામ્ય (જામનગર)માર્ગ મકાન નર્મદા પાણી પુરવઠા
4. શ્રી બળવંતસિંહ રાજપૂત – સિધ્ધપુર (પાટણ) ઉધોગ
5. શ્રી કુંવરજીભાઈ બાવળીયા – જસદણ (રાજકોટ)પંચાયત
6. શ્રી મૂળુભાઈ બેરા – જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) કુષિ.પશુ પાલન
7. શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર – સંતરામપુર (પંચમહાલ) આદિજાતિ વિકાસ
8. શ્રીમતી ભાનુબેન બાબરિયા – રાજકોટ ગ્રામ્ય મહિલા બાળ આયોગ

રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)
1. શ્રી હર્ષ સંઘવી – મજૂરા (સુરત) શહેરી વિકાસ
2. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા – નિકોલ (અમદાવાદ)ગામ ગૃહ નિર્માણ
નર્મદા શિક્ષણ. ઉચ્ચ શિક્ષણ

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ

1. શ્રી પરષોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય મત્સ્ય ઉદ્યોગ
2. શ્રી બચુભાઇ ખાબડ – દેવગઢ બારિયા આદિવાસીઓ કલ્યાણ
3. શ્રી મુકેશભાઈ પટેલ – ઓલપાડ (સુરત) વન અને પયૉવરણ આરોગ્ય
4. શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા – કામરેજ (સુરત) ગૃહમંત્રી નશાબંધી
5. શ્રી ભીખુસિંહ પરમાર – મોડાસા (અરવલ્લી) પંચાયત
6. શ્રી કુંવરજી હળપતિ – માંડવી (સુરત) પશુ પાલન

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના બંને ચહેરાઓને સ્થાન મળ્યું છે.