ગુજરાત: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચૂકયા છે ત્યારે આખા ગુજરાતમાં ભાજપનો ભગવો લહરાયો છે અને એની સામે લડી રહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો કારમો પરાજય થયો છે અને અધૂરામાં પૂરું 44 કોંગ્રેસ અને 128 AAP ઉમેદવારની ડિપોઝિટ પણ ડુલ થઇ ગયાનું સામે આવ્યું છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ જેમાં​​​​ ભાજપ વહેલી સ્વાર્થી જ 150થી વધુ બેઠક થી આગળ ચાલી રહી હતી. અને ફાયનલ પરિણામ આવ્યા સુધીમાં 156 બેઠક પર જીત મેળવી લીધી છે  ત્યારે કોંગ્રેસના 44 અને આપના 128 ઉમેદવારની ડિપોઝિટ ડુલ થઈ ગઈ છે.

મોદીએ જે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારો  2002નો મુખ્યમંત્રીનો 127 બેઠકનો રેકોર્ડ તોડી નાખશે જે સાચું થયું છે અને આ વખતે ભાજપે 156 બેઠકો જીતી લીધી છે.