વલસાડ: 182 ગુજરાતની બેઠકમાંથી વલસાડની પાંચેય બેઠકો પર જીત મેળવી ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસનો વાઈટ વોશ કરી દીધો છે. વલસાડ જીતે તેની ગુજરાતમાં સરકાર બને એક વાર ફરી વલસાડ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારોએ કરી બતાવ્યું છે.

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવારોએ જંગી લીડ મેળવી કેસરયો લહેરાવ્યો છે. જિલ્લાની 5 બેઠકો ઉપર ફરી ભાજપનો દબદબો રાખ્યો છે. વલસાડમાં ભાજપના ઉમેદવાર ભરત પટેલે, ધરમપુરમાં અરવિંદ પટેલે, પારડીમાં કનુભાઈ દેસાઈએ, કપરાડામાં જીતુભાઈ ચૌધરીએ અને ઉમરગામમાં પણ ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકરે બાજી મારી છે.

વલસાડ બેઠક ઉપર કોંગ્રેસને વાઈટ વોશ થતા ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડમાં ઠેર ઠેર ફટાકડા ફૂટી રહ્યા છે  હાલમાં ભાજપના કાર્યકરોમાં જશ્નનું વાતાવરણ દેખાય છે અને ક્રોંગ્રેસ પાતાળમાં ઉતરી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.