ડાંગ: બહુલક આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લો એટલે વનરાજથી ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય સભર જિલ્લો. જેમાં વસતા આદિવાસી લોકોની પોતાના સમાજની એક આગવી સંસ્કૃતિ અને એક અલગ પરંપરા છે. આ પરંપરા માની એક પૂજા એટલે ડુંગરદેવ.

ડાંગના નવનાથ સેલર નામના જાગૃત યુવાન પોતાના ફેસબુક એકાઉન્ટમાં નોંધે છે કે ડુંગરદેવ જેને સ્થાનિક ભાષામાં ડોંગર દેવ તરીકે ઓળખવામાં આવે છે. ડુંગર દેવ ની પૂજા ગ્રામજનો મળીને કરે છે. આ પૂજાનો ઉદ્દેશ્ય ગામની સુખ શાંતિ, ખેતીના ઉત્પાદનમાં વૃદ્ધિ, વગેરે છે. આ પૂજામાં થાળી વાદન કરીને થાળી કથા કરવામાં આવે છે

આ પૂજામાં આ બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને તમામ વાતો કરવામાં આવે છે. ડુંગર દેવની પૂજાની શરૂઆત ગોવર્ધન પર્વતના પૂજાની વાતથી કરવામાં આવે છે.