વાંસદા: બે દિવસ પહેલાં વાંસદા પ્રતાપનગર પાસે બનેલી ઘટનામાં ચીખલીના ફાર્મ હાઉસમાં કામ કરતા યુવાન કાવેરી નદીના ચેકડેમ પાસે પત્ની સાથે કપડાં ધોવા અને નાહવા ગયા હતા. જેમાં પતિનું નાહવા જતાં ડૂબી જતાં મોત થયું હતું. પત્નીની સામે પતિ ડૂબી જતાં ઘટના અંગે વાંસદામાં ફરિયાદ આપી હતી.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલીના કમલેશ નારણ પરમાર કુકેરીના બજરંગ ફાર્મમાં દિલીપ કુંવરસિંહ વસકેલે અને અક્ષય રાવતલે ઉંમર વર્ષ 20 કામ કરે છે. અક્ષય તેમની પત્ની સાયકોબેન સાથે ઘરના કપડાં ધોવા પ્રતાપનગર થી પસાર થતાં ચેકડેમમાં સાથે ગયા હતાં જ્યાં અક્ષય ચેકડેમમાં નાહવા પડ્યો હતો. તેમાં પત્નીની નજર સામે જ અક્ષય આકસ્મિક રીતે ડૂબી ગયો હતો. પોતાના પતિ તેણીના સામે જ ડૂબી જતાં તેમની સાથે કામ કરતા દિલીપભાઈને જાણ કરી હતી. વાંસદા પોલીસમાં જાણ કરતા પોલીસે ડૂબી ગયેલા અક્ષયની લાશ કાઢી હતી.

આ બનાવની તપાસ પીએસઆઈ પી.વી. વસાવા કરી રહ્યા છે. દુઃખની વાત છે ગરીબ પરિવારે પોતાના ઘરનો મોભી ગુમાવ્યો છે ત્યારે વાંસદા પી.એસ.આઈ પી.વી.વસાવા ઘટનાની યોગ્ય તપાસ કરી મોભી ગુમાવનાર પરિવારને યોગ્ય ન્યાય સ્વરૂપે આર્થિક વળતર અપાવશે એમ અણધારી ઘટનાનો ભોગ બનેલો પરિવાર રાખી રહ્યો છે.