વાંસદા: બે દિવસ પહેલાં મતદાનની આગલી રાતે વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ગામ ઝરીમાં થયેલ ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાના વિવાદમાં આજે ઝરી ગામના કોંગ્રેસના ધનજીભાઈ પટેલ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ ઉપર નવસારી જિલ્લા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઘટનામાં દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ જોઈએ તો 2:30 ચીખલીથી પોતાના ઘરે જઈ રહેલા ભાજપના ઉમેદવાર વાંસદાના પ્રતાપનગરથી વાંદરવેલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઝરી ગામ નજીક તેમની ગાડીને અજાણ્યા લોકોએ રોકી હતી. અનંત પટેલ સામે ઊભો રહી ચૂંટણી લડે છે, આદિવાસી નેતા બનવા જાય છે કહીને ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ પર સામે આક્રોશ વ્યક્ત કરી હુમલો કર્યો હતો. ઘટનાની બીજી બાજુ ઝરી ગામના કોંગ્રેસના ધનજીભાઈ પટેલ દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તા મારા ઘરે આવીને મને અપ શબ્દો બોલી અને ગાળથી વાતો કરતાં હતા અને મને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જવા કહેતા હતા અને મને ધાકધમકી પણ આપતા હતા.
હવે આ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓની મારામારીની ઘટનામાં કોકડું ગુંચવાય રહ્યું છે હવે જ્યારે પોલીસમાં બંને પક્ષો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ત્યારે કોણ આરોપી છે ? કોણ સાચું છે ? વગેરે સવાલો ના જવાબો પોલીસ તપાસમાં જ બહાર આવશે.. આવનારા સમયમાં જુઠનો પર્દાફાસ કરી પોલીસ સત્ય બહાર લાવશે અને આરોપીઓને સજા મળશે.











