વલસાડ: 2022 ‎વિધાનસભાની ચૂંટણીઓના ‎પગલે દક્ષિણ ગુજરાતના દમણના અડીને આવેલા વલસાડ જીલ્લામાંથી દારૂની હેરાફેરી રોકવા ‎માટે પોલીસે જાહેરનામા ‎બાદ કાર્યવાહી શરૂ કરી દેતા છેલ્લા 21‎દિવસમાં જિલ્લા પોલીસ‎વિભાગે રૂ.1 કરોડથી વધુનો ‎દારૂનો જથ્થો ઝડપી લેવાયા હોવાનું પોલીસ સુત્રોનું કહેવું છે.

Decision Newsને પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જિલ્લા પોલીસે અલગ અલગ‎ ટીમો ચેકપોસ્ટ પર ખડકી દેવામાં આવી હતી અને આ ટીમોએ પોલીસ હદ વિસ્તારોમાં ‎વાહન ચેક, પેટ્રોલિંગ અને‎રેડ પાડવાની કાર્યવાહી સતત‎ જારી રાખતાં છેલ્લા 21‎દિવસમાં જિલ્લા પોલીસ‎વિભાગે રૂ.1 કરોડથી વધુનો ‎દારૂનો જથ્થો ઝડપી લીધો છે તથા અત્યાર સુધીમાં દારૂના નાના મોટા‎ મળી 550 જેટલા કેસો નોંધી‎ 650 જેટલા આરોપી વિરૂધ્ધ ‎કાર્યવાહી કરવામાં આવી ચુકી છે.

‎​​​​​​​વલસાડ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના ‎​​​​​​​જાહેરનામા પછી આચારસંહિતા ‎​​​​​​​લાગૂુ થઇ અને ત્યાર પછી જિલ્લા પોલીસે ‎સંઘપ્રદેસ દમણ, દાનહ માંથી ગુ‎​​​​​​​જરાતમાં દારૂની હેરાફેરી રોકવા જિલ્લા પોલીસ વડા ‎ડો. રાજદિપસિંહ ઝાલાએ ‎જિલ્લાની મહારાષ્ટ્ર બોર્ડ,‎ સંઘપ્રદેશની બોર્ડર ચેકપોસ્ટ‎ પર એલસીબી, એસઓજી, ‎સ્થાનિક પોલિસ મથકોની ટીમોને ગોઠવી ‎​​​​​​ સતત પેટ્રોલિંગ અને ‎હાઉસ રેડ દ્વારા આ પ્રવૃત્તિઓ‎ રોકવાનું અભિયાન ચલાવ્યું હતું જેમાં  3 નવેમ્બરથી 24 ‎નવેમ્બર સુધીના 21 દિવસોમાં ‎‎​​​​વાહનોના લઇ ‎​​​​​​​જવાતા દારૂનો 85740 નંગ ‎​​​​​​​બોટલોનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે  જેની કિંમત રૂ.1 કરોડથી‎ વધુ હોવાનું આંકવામાં આવી રહી છે અને રૂ.4‎ ​​​​​​​કરોડ કરતાં પણ વધારે 150 ‎​​​​​​​જેટલા વાહનોને પકડયા છે. ‎