ડેડીયાપાડા: સમગ્ર ગુજરાતમાં જ્યારે 2022 ની વિધાનસભાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે દક્ષિણ ગુજરાત ગામડાઓમાં પણ ચુંટણીનો માહોલ સર્જાયો છે એવામાં જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ગોપલીયા ખાતે મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના અનેક ગામડાઓ માં અનેક સૂત્ર સાથે મત આપવો એ છે આપણો અધિકાર 100% મતદાન એ જ જનજાતિ સમાજનો નિધાર સાથે જ NOTA નું બટન દબાવીશ નહીં મારા મત ની હત્યા કરીશ નહીં જેવા સૂત્ર સાથે ગોપલીયા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિતની ટીમ ગામ ઘર સુધી પહોંચી મતદાન અવશ્ય કરવાની ફરજ પાડવામાં આવી રહી હતી.
એક પેમ્પ્લેટના માધ્યમથી મતદાન શા માટે કરવું મારો મત કેટલો ઉપયોગી આપણા જનજાતિ સમાજની અસ્મિતા અને પરંપરાનું ગૌરવ વધારવા ને જનજાતિ ગૌરવ દિન દ્વારા ભગવાન બિરસા મુંડાને સન્માન આપનાર ને તથા મારો મત ઉજ્જવળ ભવિષ્ય માટે આપીશ તેવા લેખ સાથે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

