ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના તુતરખેડ ગૃપ ગ્રામ પંચાયત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આમ આદમી પાર્ટી દ્રારા માત્ર 1 રુપિયા જેવી નાનકડી ફી ભરી તુતરખેડ ગામના યુવા કિકેટ રસીકો માટે મેદાન ખુલ્લુ મુકવામાં આવ્યું છે

Decision Newsઅને મળેલી માહિતી મુજબ આયોજકશ્રી અને આમ આદમી પાર્ટી ધરમપુરના યુવા કાર્યકરો વિપુલભાઈ શંકરભાઈ રાઉત અને રાજભાઈ મોકાસી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આમ આદમી પાર્ટી ધરમપુર 178 વિધાનસભાના ઉમેદવાર શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે આવતીકાલે ફાઈનલ મેચ ઇનામ વિતરણ કરવામાં આવશે.

આદિવાસી વિસ્તારમાં આ પ્રકારની ટુર્નામેન્ટનું પહેલી વખત આયોજન કરવામાં આવ્યું છે જેના લઈને સ્થાનિક આદિવાસી યુવાનોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.