ડાંગ: સમગ્ર રાજ્યની જેમ ડાંગની 173 વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારી દેખાય રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયભાઈ ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્રને લોકો આગળ જઈ રહ્યા છે અને લોકો પણ આ મંત્રને આવકારી રહ્યા હોવાનું તેઓ જણાવે છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલની 2022ની વિધાનસભા ચૂંટણી સમયે વિજય પટેલની ‘ડોર ટુ ડોર’ મુલાકાત અને સભાઓ કરી રહ્યા છે ત્યારે તેમના કાર્યકર્તા દ્વારા જણાવ્યા મુજબ વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે. તેમણે સુબીર અને વઘઇ તાલુકાના ગ્રામ પંચાયતના ગામોની મુલાકાત લીધી હતી.

હાલમાં ડાંગમાં વિજય પટેલ, મંગળ ગાંવિત, રાજેશ ગામીત, બુધુ કામડી, વિનેશ ગાંવિત, હરિરામ સાવંત, સુરેશ ચૌધરીની ટીમને લોકોનો ઠેર ઠેર ભવ્ય આવકાર મેળવી રહ્યાનું સ્થાનિક ભાજપના આગેવાનો જણાવી રહ્યા છે. હવે જોયું રહ્યું કે ચુંટણી પરિણામ આવે છે.