તાપી: ગુજરાતમાં વિધાનસભાની 2022ની ચુંટણી થવા જઈ રહી છે ત્યારે ચુંટણી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થાય એવા શુભ આશય સાથે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
ત્યારે Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રિય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર આનંદકુમારની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર આનંદકુમારે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં મતદારોને લોભાવવા, વિવિધ રોકડ કે ભેટ દ્વારા લાલચ આપી મત ખરીદવા તે ગુનો છે. આ કાર્યમાં પૈસાની લેવડ-દેવડ માટે બેંકના વિવિધ ખાતાઓમાંથી આ રકમ પહોચાડવામા આવે છે. જેના ઉપર નિયંત્રણ અને દેખરેખ ખુબ જ અગત્યની બાબત છે.જેની નોંધ બેન્કના અધિકારીઓએ રાખવી પડશે.
તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી જાહેર થવાના બે મહિના પહેલા ખોલેલા નવા ખાતાઓ, તથા રોજ બરોજ થતા ટ્રાન્ઝેક્શન અને ઉપાડ ઉપર ખાસ દેખરેખ રાખવું. 1 લાખથી વધુની રકમ અને કોઇક વખત અમુક ચોકકસ રકમની લેવડ-દેવડ અંગે ખાસ પેટર્ન બનતી હોય છે તે સમજવું. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરીના 24*7 મોનેટરિંગ સેલમાં જાહેર નાગરીક/મતદારો માટે ટોલ ફ્રી નં 1800-233-1005 થતા 1950 પણ કાર્યરત કર્યો છે. જેમાં ઉપર આ સંબંધિત ફરિયાદો કરવા જણાવ્યું.

