માંગરોળ: વિદ્યાર્થીઓમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ ઓછું થવાને બદલે વધતું જ જઈ રહ્યું છે ત્યારે ગતરોજ માંગરોળના વાંકલ ગામની એનડી દેસાઈ હાઈસ્કૂલ ધોરણ 12 માં અભ્યાસ કરતી અને સરકારી કન્યા છાત્રાલય વાંકલ ખાતે રહેતી 17 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ માંગરોળના વાંકલ ગામની વિદ્યાર્થીનીનું નામ મહિમાકુમારી પ્રવીણભાઈ ચૌધરી છે જેની ઉંમર વર્ષ 17 છે. તેમનો પરિવાર મૂળ માંડવી જીલ્લાનો છે. પણ અભ્યાસને લઈને તે વાંકલ ગામમાં રહેતી અને આ ગામમાં આવેલ એન ડી દેસાઈ હાઈસ્કૂલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી વાંકલ ગામની જ સરકારી કન્યા છાત્રાલય રહેતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બીમાર હોવાથી સ્કૂલમાં રજા પાડી હતી અને બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પોતાના રૂમમાં જ મહિમા કુમારીએ રૂમ બહાર લગાવેલ ગ્રીલ સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટના બહાર આવતા છાત્રાલયના હોદ્દેદારોએ પોલીસને જાન કરી અને પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પોહ્ચીને વિદ્યાર્થીનીનો મૃતદેહનો કબજો લઈ PM કાર્યવાહી કરી હતી. હાલમાં તો એવું અનુમાન લગાવાય રહ્યું છે કે મહિમાકુમારી પરીક્ષાનું નબળું પરિણામથી નિરાશ હતી જેના કારણે આ પગલું ભર્યું હોવું જોઈએ.

