ચીખલી: હાલમાં દેશ અને ગુજરાતભરમાં જ આદિવાસી સમાજના ક્રાંતિકારી અને પ્રણેતા બિરસા મુંડાની 147 મી જન્મ જયંતીની આદિવાસી લોકોએ ઉજવણી કરી છે ત્યારે આદિવાસી વિસ્તારના એક ફોટોગ્રાફરે લીધેલો બિરસા મુંડાનો એસ્ટ્રો ફોટોગ્રાફ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે

Decision News સાથે વાત કરતાં આદિવાસી સમાજના જાગૃત યુવા નિરવ પટેલ જણાવે છે કે આ ફોટોગ્રાફર જીજ્ઞેશભાઈનું કહેવું છે કે આ ફોટો એસ્ટ્રો ફોટોગ્રાફી કેહવાય છે, આવી તસવીર માટે લાઇટ પોલ્યુશન ઓછું હોય તેવા વિસ્તારમાં જ થઇ શકે. જેઓ છેલ્લા 8-10 વર્ષથી આ ફિલ્ડમાં કામગીરી કરી રહ્યા છે. આવી આકાશગંગા આવનારા ભવિષ્યમાં વધતી જતી વસ્તી તેમજ લાઇટ પોલ્યુશનના કારણે જોવા મળશે કે કેમ ?

દક્ષિણ દિશામાં દેખાતા અસંખ્ય તારાઓનો સમૂહ એટલે “આકાશગંગા”. આવી ફોટોગ્રાફી માટે જ્યાં લાઇટ પોલ્યુશન નહિવત્ હોય, જેમકે ડાંગ, વાંસદા અને ટ્રાઈબલ વિસ્તારમાં વસ્તી અને પ્રકાશ ઓછો હોય, આવી તસવીર માટે યોગ્ય સમય સવારે 2 થી 5 હોય છે. આ ફોટોગ્રાફ વાંસદાના વાદરવેલા ગામમાં લેવામાં આવ્યો છે.