ગુજરાત: વર્તમાન સમયમાં જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પરીક્ષાઓ એક જ઼ સમયે ગોઠવી દેતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય જતાં GPSC ના અધ્યક્ષને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા લેખિતમાં રજુવાત કરવામાં આવી છે.
Decision Newsને વાત કરતાં સમસ્ત આદિવાસી સમાજના નવસારીના પ્રમુખ ડૉ. નિરવ પટેલ જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પરીક્ષાઓ એક જ઼ સમયે ગોઠવી દેતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે જેને લઈને GPSC ના અધ્યક્ષને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા લેખિતમાં રજુવાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં વિધાનસભા 2022ની ચુંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે અને બીજી તરફ આ પરીક્ષાનો કાર્યક્રમ બહાર પાડી દેવામાં આવ્યો છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં આ GPSC પરીક્ષાને લઈને મુંઝવણમાં મુકાયા છે.

