વલસાડ: ગતરોજ વલસાડના ઓઝર ગામે ફીરોજશા મેદાનમાં નવચેતન ધોડીઆ સમાજ વલસાડ દ્વારા આયોજિત ઘેરૈયા (ઘોરીયા) સ્પર્ધામાં. પ્રમુખ સ્થાને ગામના સરપંચ અને ઉદ્ઘાટક તરીકેધ ધરમપુર બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહેલા કમલેશ પટેલ અને સામાજિક કાર્યકર શ્રી ફિરોજશાહ શ્રોફ હાજરી આપી સમાજના યુવાનોનો ઉત્સાહ વધાર્યો.
જુઓ ઘેરીયાની પ્રદર્શનીનો વિડીયો..
સમાજના નવ યુવાનોમાં ખેલદિલી અને ભાઈચારા અને પોતાનામાં રહેલ કૌશલ્યને ઉજાગર કરવા ક્રિકેટ ટુનાર્મેન્ટ અને આદિવાસી કલા સંગીતના અમુલ્ય પ્રાચીન સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા અને તેના કલાકારોને પ્રોત્સાહિત કરવા ઘેરયા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.