ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના સંભવિત ઉમેદવારની યાદી પર અંતિમ મહોર વાગી શકે છે. એવું જાણવા મળ્યું છે કે હાઇકમાન્ડે ઉમેદવારોને બીજી યાદી તૈયાર કરવાની સૂચના આપી દીધી છે. અને ઉમેદવારોએ પણ પોતાના પ્રચાર-પ્રસારની તૈયારી કરવા માંડી છે.

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો અંગે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં 84 બેઠકના ઉમેદવારોના નામ નક્કી થયા હતા અને ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ સામે અમીબહેન યાજ્ઞિકને તથા અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી ટિકિટ આપી હતી

દ. ગુજરાતમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોમાં કોનું કોનું નામ છે ચર્ચામાં…

148 નાંદોદ બેઠક માટે પીડી વસાવા, હરેશ વસાવાનું નામ ચર્ચામાં

149  ડેડીયાપાડા(ST) બિટીપી ગઠબંધન (ગઠબંધનના થાય તો રાજેશ વસાવા અથવા તો જેરમાબેન વસાવા)

150 જંબુસર બેઠક માટે સંજય સોલંકી, સંદીપ માંગરોળાનું નામ ચર્ચામાં

151 વાગરા બેઠક માટે સુલેમાન પટેલ, શકીલ અકુજી, રાજેન્દ્રસિંહ રાણાનું નામ

152 ઝઘડિયા(ST) બિટીપી ગઠબંધન

153 ભરૂચ બેઠક માટે જયકાંત પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, ડૉ વનરાજસિંહ માહિડાનું નામ

154 અંકલેશ્વર બેઠક માટે મગનભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, અનિલ ભગતનું નામ ચર્ચામાં

156 માંગરોળ(સુરત)- હરીશ વસાવા, અનિલ ચૌધરી, જગતસિંહ વસાવા (નટવરસિંહ વસાવા)

157 માંડવી બેઠક પર આનંદ ચૌધરીની રિપીટ કરી શકે કોંગ્રેસ

159 સુરત પૂર્વ- અસલમ સાયકલવાલા, ફિરોઝ મલેક, નશીમ કાદરી

160 સુરત ઉત્તર- હસમુખ દેસાઇ, નૈશધ દેસાઇ, અશોક અધેવાડા

162 કરંજ- અશોક સાતપડા આહિર, ભારતીબેન પટેલ, (અશ્વિન જસાણી)

163 લિંબાયત- ચંપાલાલ બોથરા, ગોપાલ પાટીલ

164 ઉધના- ધનસુખ રાજપુત, સુરેશ સોનવણે, હરીશ સુર્યવંશી

165 મજુરા- મયંક પટેલ, બળવંત જૈન, અનુપ રાજપૂત

168 ચોર્યાસી- કાન્તીભાઇ પટેલ, જયેશ પટેલ, પવન મિશ્રા

171 વ્યારા બેઠક પર વર્તમાન ધારાસભ્ય પુનાજી ગામીત થઈ શકે રિપીટ

172 નિઝર બેઠક પર વર્તમાન ધારાસભ્ય સુનિલ ગામીત થઈ શકે રિપીટ

177 વાંસદા બેઠક પરથી અનંત પટેલ થઈ શકે રિપીટ

178 ધરમપુર(ST)- કિશન પટેલ, કલ્પેશ પટેલ

179 વલસાડ- ગિરીશ દેસાઈ, પ્રકાશ પટેલ, ધર્મેશ પટેલ વગેરે નામો ચર્ચામાં છે હવે જોવાનું એ રહ્યું કે કોનું નસીબ વધારે જોર કરે છે.