નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય ગતિવધિઓ વધવા લાગી છે ત્યારે BTPના સુપ્રીમો છોટુ વસાવાએ આ વખતે ચૂંટણી નહીં લડલાનો નિર્ણય કર્યો છે. જેના કારણે આદિવાસી ગુજરાતમાં અનેક લોક મતાંતરોનું વાતાવરણ સર્જાયું છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે BTPના સુપ્રીમોએ નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, તેઓ ચૂંટણી ન લડતા આખરે ઝઘડિયા બેઠક પરથી પુત્ર મહેશ વસાવા ઉમેદવારી કરી શકે છે. અને ડેડીયાપાડા બેઠક પર BTP બહાદુર વસાવાને ટીકીટ આપે એવી સંભાવના દેખાય રહી છે. જો કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ આજે જ 12 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં નાંદોદ વિધાનસભા બેઠક પર મહેશ શરદ વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે. નાંદોદ બેઠકના જાહેર થયેલ ઉમેદવાર જે રાજપીપલા નગરપાલિકાનાના માજી પ્રમુખ રહી ચૂક્યા છે. ભિલોડા બેઠકથી માર્ક કટારા, દાહોદ બેઠક પરથી મેડા દેવેંદ્રભાઈ, કરજણ બેઠક પરથી ઘનશ્યામભાઈ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા સહિત 12 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.
ઝઘડિયા અને ડેડીયાપાડા બેઠક પર હજુ નામો જાહેર કરવામાં આવ્યા નથી. હવે આવનારો સમય બતાવશે આ બેઠકો પરથી કયા ઉમેદવારની પસંદગી થાય છે પણ છોટુ વસાવાના ગુજરાત વિધાનસભાની ચુંટણી ન લડવાના નિર્ણયને લઈને વિરોધીઓને થોડી ટાઢક મળી હશે એમાં બે મત નથી.
સ્ત્રોત: ABP અસ્મિતા