ખેરગામ: ગતરોજ ખેરગામના દાદરી ફળિયામાં રહેતા મીનાબેન મંગુભાઇ રાઠોડના ઘરે ગઈકાલે આગ લાગતા મજૂરી કામ કરી જીવન ગુજરાત મીનાબેનની જિંદગીમાં આફત નો આભ તુટી પડ્યું છે.એમના પતિ મંગુભાઇ ઘણા સમયથી લકવાગ્રસ્ત હાલતમાં જીવી રહ્યા છે. અને એમનો દીકરો પણ થોડા સમય પહેલા મૃત્યુ પામેલ અને વિધવા દિકરી પણ મજૂરીકામ કરી પોતાના નાના બાળકો સાથે જિંદગી પસાર કરી રહ્યા છે.વ્યાપક નુકસાન થતાં પરિવાર તકલીફમાં આવી જતા નીડર લીડર ડૉ. નિરવની ટીમને ઘટનાની જાણ થતાં પહોંચી.

કોય પણ હોનારત કે દુઘર્ટના થય હોય ત્યારે હર હંમેશ દેવદૂત બનીને પોહોચતી હોય છે નીડર લીડર ડૉ.નિરવ ની ટીમ ત્યારે ગત રોજ ખેરગામના દાદરી ફળિયામાં એક ગરીબ પરી વારના ઘરમાં અચાનક કોય કારણો સર આગ લાગતા ઘણું નુકસાન પોહચી હતી. એને ધ્યાને લઈને નીડર લીડર ડૉ.નિરવની ટીમ દ્વારા આશરે મહિનો ચાલે એટલું અનાજ કરિયાણું પહોંચાડી પરિવારને શક્ય એટલું મદદરૂપ થવાની કોશિષ કરી.

આમ હર હંમેશ નીડર લીડર ડૉ.નિરવની ટીમ નિઃસ્વાર્થ પણે સેવા માટે ખડે પગે ઊભી હોય છે ત્યારે ઘણાને કણાંની જેમ ખૂચતું હોય છે. અને રાજકીય રોટલાનો મુદ્દો બનાવે છે. પણ આ ટીમે રાજકીય રોટલો નથી શેકવો પરિવારના ઘરનો ઓટલો બની ઉભા રહવું છે એમ ડૉ. નિરવ એ જણાવ્યું હતું.

આ પ્રસંગે ડો. દિવ્યાંગી પટેલ,સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલ, પ્રવક્તા કીર્તિ પટેલ,દલપત પટેલ, મંત્રી ઉમેશ પટેલ,કાર્તિક,ડો. નીરવ ગાયનેક,ભાવિન,મયુર,ભાવેશ,રાહુલ,વિકાસ,જીગર,હાઈકોર્ટનાં વકીલ મહેશભાઈ વસાવા સહિત ટીમના સભ્યો હાજર રહ્યા હતા.