ગુજરાત: વિધાનસભા 2022ની ચુંટણીને લઈને તમામ પક્ષો પોતાના ઉમેદવારોનું લીસ્ટ બહાર પાડી રહ્યા છે ત્યારે ગઈ કાલે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પ્રથમથી જ દાવેદાર એવા નેતાઓના નામ બહાર આવતાં લોકોને કોઈ આશ્ચર્ય થયું નથી.
જુઓ યાદી..
કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં અમુક ઉમેદવારોને છોડીને બીજા અમુક ઉમેદવારો નામ જોઈ લોકો કહી રહ્યા છે આ ઉમેદવારોને ખાલી લડવા માટે મુક્યા છે જીતવા માટે નહિ..? હવે આગળનું કોંગ્રેસનું ભવિષ્ય શું હશે એ તો પરિણામ જ નક્કી કરશે. આ યાદીમાં કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડીયાને પોરબંદર અને અમી યાજ્ઞિકને ઘાટલોડિયાથી ટિકિટ આપવામાં આવી છે.
અમુક જિલ્લાઓમાં તો ભાજપના અને આપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે કોંગ્રેસે જે અમુક નામ ઘોષિત કર્યા છે તેનાથી અમારો માર્ગ મોકળો થઇ ગયો છે હવે અમારી જીત નિશ્ચિત છે.

