ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના દાદરી ફળિયાના મીનાબેન મંગુભાઇ રાઠોડના ઘરમાં અચાનક આગ  લાગવાની ઘટના બનવા પામી હતી. આ ભયાનક આગને કાબુમાં લેવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ મીનાબેન મંગુભાઇ રાઠોડ કોઈ કામ અર્થે બહાર ગયા હતા ત્યારે લગભગ  11.45 વાગ્યાના ગાળામાં ઘરમાં આગ લાવવાની ઘટના બની. આ આગને આસપાસના લોકોએ જોઈ અને તેઓ આગને કાબુમાં લેવા પ્રયાસ કરવા લાગ્યા. આ ઘટનાની જાણ થતાં મીનાબેન પણ દોડી આવ્યા હતા ત્યાર બાદ ગામના લોકોએ ધરમપુરના ફાયર ફાયટરને પણ જાણ કરી હતી. લોકો દ્વારા સતત પાણીના છંટકાવને કારણે આગને કાબુમાં લેવામાં આવી હતી પણ ત્યાં સુધીમાં ઘરવખરીના સામાનને આગમાં બળી ચુક્યો હતો.

આ ઘટનાન જાણ પંચાયતમાં કરવામાં આવી અને ગામના તલાટી દ્વારા પંચકયાસ નોંધવામાં આવ્યો છે. પ્રકૃતિની મહેર કહી શકાય કે આ અત્યંત જ્વલંત આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.