પારડી: મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની ચિર શાંતિ તેમજ ઘાયલ થયેલા લોકોની સ્વાસ્થ્ય સલામતીની પ્રાર્થના અર્થે ભારતીય જનતા યુવા મોરચા વલસાડ દ્વારા ગતરોજ પારડી સ્વાધ્યાય મંડળ ખાતે થી ડૉ આંબેડકરજીના ગાર્ડન સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં જ મોરબીમાં આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની ચિર શાંતિ તેમજ ઘાયલ થયેલા લોકોની સ્વાસ્થ્ય સલામતીની પ્રાર્થના અર્થે ભારતીય જનતા યુવા મોરચા વલસાડ દ્વારા ગતરોજ પારડી સ્વાધ્યાય મંડળ ખાતે થી ડૉ આંબેડકર જી ના ગાર્ડન સુધી કેન્ડલ માર્ચ યોજી કરી, મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી .

જેમાં યુવા મોરચાના પ્રદેશ મંત્રી ભાવિકાબેન ઘોઘારી, યુવા મોરચા અધ્યક્ષ વલસાડ સનેહિલ દેસાઇ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને ખેરલાવ ગામના યુવા સરપંચ શ્રી મયંક પટેલ, મહામંત્રીશ્રી પ્રભાકર યાદવ જિલ્લા પ્રભારીશ્રી પ્રતિક ભાઈ પટેલ, દિવ્યાંગ ભગત સાથે યુવા મોરચાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઊપસ્થિત રહ્યા હતા.