ચીખલી: મોરબી મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટ્યો અને નાના બાળકો સહિત ૧૯૦ થી પણ વધારે મૃત જાહેર થયા, જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાત અને દેશની જનતા માં પડ્યા છે. ચીખલીના રાનકુવા ઘેરાયા સર્કલ પર આમ આદમી પાર્ટી ૧૭૭ વાંસદા ચીખલી દ્વારા  કેન્ડલ માર્ચ યોજી મોરબીના દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો અને નાના બાળકો સહિત ૧૯૦ થી પણ વધારે મૃત જાહેર થયા ત્યારે દુર્ઘટના ના મૃતકો ને શ્રધાંજલિ તેમજ ઘાયલ થયેલા પરિવારને સાંત્વના આપવા મૌન રેલી કરી કેન્ડલ માર્ચ કરવામાં આવ્યો રાનકુવા ઘેરીયા સર્કલ ખાતે.

આમ આદમી પાર્ટી પરિવાર ના બેનર હેઠળ સ્થાનિકો મોટી સંખ્યામાં આ તબક્કે હજાર રહી શ્રઘ્ધાજલી અર્પણ કરી રહ્યા હતા. કાયદો વ્યસ્થાના ભાગરૂપે ટ્રાફિક નિયમન માટે પોલીસે પોતાની ફરજ અદા કરી હતી.