કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્તાર ગામડાઓ જેમ કે સાહુડા, લીખવડમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વલસાડ જિલ્લા તેમજ યુવા મોરચાના હોદ્દેદારો દ્વારા જરૂરિયાત મંદો જેમ કે અંધ, વિકલાંગ, વિધવા બહેનોને કપડા વિતરણ કરવામાં આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ જેમાં કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્તાર સાહુડા, લીખવડ જેવા ગામોમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વલસાડ જિલ્લા તેમજ યુવા મોરચાના હોદ્દેદારો દ્વારા 700 જેટલા અંધ, વિકલાંગ, વિધવા બહેનોને કપડા વિતરણ કરવામાં આવ્યા હતા.
આ વિતરણ કાર્યક્રમમાં યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તા અને ગામના આગેવાનો ,યુવા સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગને દિપાવ્યો હતો.

