વાંસદા: ગુજરાત -પકોડી, પાણીપુરી હરિયાણા -પાણી પતાશી, મધ્યપ્રદેશ -ફુલકી, ઉત્તર પ્રદેશ -પાણી બતાચે, આસામ -ફુસ્કા અથવા પુસ્કા, ઓડિશા, તેલંગાણા -ગુપચુપ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, બંગાળ -પુચકા, મહારાષ્ટ્ર -પાણીપુરી નામથી ઓળખાતું એક સ્ટ્રીટ ફૂડ.. નામ સાંભળો એટલે મોઢામાં પાણી આવી જાય..
તો જાણીએ તેના ઈતિહાસની રસપ્રદ વાતો..
આજે નાનાથી લઇ મોટા સૌ કોઈ પાણીપુરીના દીવાના છે ત્યારે તમે કડી વિચાર્યું છે કે આ પાણીપુરીની શોધ કોણે કરી હશે..? પાણીપુરી સૌપ્રથમ ક્યારે અને કેવી રીતે બની હશે..? એવું માનવામાં આવે છે કે પાણીપુરીની શરૂઆત 100-200 વર્ષમાં નહીં પરંતુ લાખો વર્ષો પહેલા થઈ હતી. કેટલાક લોકો પાણીપુરીને મહાભારત કાળ સાથે પણ જોડે છે.
એવું કહેવાય છે કે લગ્ન પછી જ્યારે દ્રૌપદી પહેલીવાર પાંડવોના ઘરે પહોંચી ત્યારે કુંતીએ તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. હકીકતમાં તે સમયે પાંડવો વનવાસ પર હતા અને ભીખ માંગીને અહીં-તહીં ખાતા હતા, તેથી ઘરમાં બહુ ખાવાનું નહોતું. આવી સ્થિતિમાં કુંતીએ પોતાની નવી વહુ દ્રૌપદીની કસોટી કરવા માટે કંઈક ખાસ બનાવવા કહ્યું..
અને કુંતીએ તેની વહુ દ્રૌપદીને થોડો લોટ અને થોડી શાકભાજી આપતાં કહ્યું કે આમાં બધા પાંડવો માટે કંઈક એવું બનાવો જે સ્વાદિષ્ટ હોય અને બધાનું પેટ ભરે. આવી સ્થિતિમાં, દ્રૌપદીએ લોટની નાની પુરીઓ બનાવી અને તેને બટાકા અને ગરમ પાણી સાથે પીરસી. આ પાણીપુરી ખાધા પછી પાંડવોનું પેટ પણ ભરાઈ ગયું અને તેમને પણ એક અલગ જ પ્રકારના ભોજનનો સ્વાદ મળ્યો.
આ સિવાય કેટલીક ઐતિહાસિક વાર્તાઓમાં પાણીપુરી મગધ સાથે પણ જોડાયેલા છે. તેને મગધમાં ફુલકી પણ કહેવામાં આવે છે. મગધ એ બિહારનો પ્રદેશ છે. ઈતિહાસકારો કહે છે કે પાણીપુરીની શોધ મગધમાં થઈ હતી, જે 16 મહાજનપદ (સંસ્કૃતમાં મહાન રજવાડાઓ) માંથી એક છે. તે સમયે પાણીપુરી કયા નામથી જાણીતી હતી તેના કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ મગધની આસપાસના વિસ્તારોમાં તેને ‘ફૂલકી’ કહેવામાં આવતું હતું. આજે પાણીપુરીની લારી ઉપર નાનાં મોટાંઓ ભેદ ભૂલી બધા જ હોંશે હોંશે ખાય છે. હવે તો થોડા સમયથી લગ્ન સમારંભમાં પણ તેને સ્થાન મળ્યું છે. ભારતમાં ભાગ્યે જ એવું કોઈ શહેર હશે જ્યાં પાણીપુરી ન જોવા મળતી હોય.
નોંધ: આ લેખની પુષ્ટિ DECISION NEWS કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતુ નથી આ લેખકના સ્વતંત્ર વિચાર છે.

