મહારાષ્ટ્રની પહેલી છોકરી પૂજા યશવંત ચવ્હાણ હશે જે માત્ર 22 વર્ષમાં સરપંચ બની છે. મહારાષ્ટ્રના પાલધરના વાડાના ઉસર ગામની તે સરપંચ બની છે. પૂજાએ એગ્રીકલ્ચરમાં ડિપ્લામાં કર્યું છે. તે બીએ ના અંતિમ વર્ષની વિધાર્થીને છે. સરપંચ બન્યા બાદ પણ તે પોતાનો અભ્સાય ચાલુ રાખશે એવું તેમનું કહેવું છે.

મીડિયા રીપોર્ટ અનુસાર તેના પિતા ખેડૂત છે. તે પણ ઓટો ચલાવે છે. તેના મામાનો પુત્ર રાજેશ મુકને પાલધરના કુદુશમાં જીલ્લા પરિષદનો સભ્ય છે. અને રાજેશે જ પૂજા ચવ્હાણ અને તેના ગામના અન્ય લોકોને પણ પ્રેરિત કર્યા.આમ તેણીએ સમગ્ર ગ્રામ પંચાયતમા 498 મત મેળવી વિજયી બની હતી.

પૂજાએ મીડિયાને જણાવ્યું કે તેનું સપનું છે કે તેના ગામનું આખા દેશમાં હોય. તે પોતાના ગામને સંપૂર્ણ શિક્ષિત બનાવવા માંગે છે.  ગામની દરેક સમસ્યા હલ કરવા માંગે છે. જેથી સરપંચની ચૂંટણી લડી છે. તેણી કહે છે કે જીત પછી તેણીને સંપૂર્ણ ખાત્રી છે કે ગામની સમસ્યાઓને સમજીને તે તેનો ઉકેલ શોધી શકશે. અને ગામમાં ખેતી દ્વારા પાક કમાઈને ગ્રામજનો પોતાનું જીવન નિર્વાહ સુધારી શકે.