દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ચીખલી: રાનકૂવા બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિરના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા માર્ગદર્શન હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષક મયુરીબેન, જીજ્ઞાસાબેન અને વિદ્યાર્થીઓ ધ્રુવ પટેલ, નિખિલ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ATF TECHNOLOGY કૃતિ નેશનલ સાયન્સ ફેર માટે પસંદગી કરાઈ છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ  ATF TECHNOLOGY આ ટેકનોલોજીમાં ડાયરેક્ટ એર કેપ્ચર પ્રક્રિયા વાતાવરણીય હવામાંથી CO 2 મેળવે છે અને કેન્દ્રિત કરે છે. સ્વચ્છ વીજળી ઉપયોગ પાણીને ઈલેક્ટ્રોલાઈઝ કરી તેમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન મેળવાય છે. CO 2 અને હાઇડ્રોજનમાંથી ગેસોલિન, ડીઝલ અને જેટ ઇંધણમાં રૂપાંતરિત થઈ શકે છે.

ATF TECHNOLOGY ના ફાયદા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી શકાય છે તેથી ગ્લોબલ વોર્મિંગ જેવી પર્યાવરણીય સમસ્યા નું નિવારી શકાય છે. કાર્બન ડાયોક્સાઇડમાંથી fuel મેળવી શકાય છે. જેથી કંઈક અંશે ઉર્જા કટોકટીની સમસ્યાનું નિવારણ કરી શકાય છે. શાળાની કૃતિને રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિ બદલ નવસારી DEO અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પણ શુભેચ્છા આપી હતી.