કપરાડા: આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય પક્ષોમાં ભારે ચહલ – પહલ જોવા મળી રહી છે, તેવા જ સમયે કપરાડા તાલુકા ભાજપના સક્રિય કાર્યકર અને માજી સૈનિક ખુશાલ વાઢુંનું ભાજપ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું ધરી દેતા ભાજપને એક ઝટકો લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે,
Decision Newsને મળેલી માહિતી મુજબ ખુશાલ વાઢું દેશના સૈનિક તરીકે સેવા કરી હાલે નિવૃત્ત થયા હતા જે નિવૃત્તિ બાદ કપરાડા તાલુકાના ભાજપના સક્રિય કાર્યકર તરીકે સભ્ય બન્યા હતા, જોકે, ખુશાલ વાઢુંએ ભાજપના સભ્ય પદેથી રાજીનામું કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ ગાવિંત સુપરત કર્યું.
ખુશાલ વાઢુંએ રાજીનામું આપતા જણાવ્યું કે, હું મારી વિચારધારા ને બદલી છે, અને રાજીખુશીથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું, એક જાણકારી મુજબ ખુશાલ વાઢું આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.

