વાંસદા- ચીખલી: વર્તમાન સમયમાં વાંસદા- ચીખલી તાલુકાઓના ગામડાઓમાં સોમવારે સામી દિવાળીએ વરસાદ પડતાં ડાંગરની કાપણી તૈયારી કરતાં ખેડૂતો મુઝવણમાં મુકાયા છે કે અમુક જગ્યાએ ડાંગર કાપણી થઈ જતા ખેડૂતોના પાકમાં નુકશાન થયાનું પણ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વાંસદા ચીખલી વિસ્તારોમાં વરસાદ નહિવત આવ્યો હતો પણ સતત વરસાદી વાતાવરણ રહેતા ખેડૂતો ડાંગરના પાકની કાપણી કરવી કે નહિ તેની મુંઝવણમાં મુકાયા હોઅવાનું જણાવી રહ્યા છે  ચીખલીના માંડવખડક ગામના ખેડૂત જીગ્નેશભાઈ માહલા જણાવે છે કે જાણે વરસાદ અમને કહી રહ્યો હોય જરા થોભો ભાઈ.. હાલમાં વાદળછાયુ વાતાવરણ સર્જાતા રહે છે તેના કારણે પાકના નુકશાનને લઈને મનમાં ડર સતાવતો રહે છે. આમ પણ થોડા સમય પહેલાં આવેલા વરસાદના કારણે થોડુ ઘણું નુકસાન થઈ ચુક્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ જિલ્લામાં હજુ ડાંગરની કાપણી મહત્તમ બાકી છે. પણ નવસારી વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં આવી ગયા છે બે ત્રણ વર્ષ પાછોતરા વરસાદે અનેક ખેડૂતોના ડાંગરની નુકસાની વેઠવી પદ્યનું ખેડૂતો જણાવે છે.