વાંસદા: હાલમાં જ બે દિવસ પહેલા જ વાંસદા તાલુકામાં એક યુવાનની લાશ મળ્યાનો કિસ્સો સામે આવ્યો હતો જ્યારે આ ફરી એક વખત વાંસદાના કાંટસવેલના યુવાનની લાશ મોટીવાલઝર પુલ પાસેથી મળી આવ્યાની ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર વાતાવરણ તંગ બન્યું છે.
Decision Newsને સ્થાનિક લોકો જણાવે છે કે થોડા સમય પહેલા જે નદીમાંથી લાશ મળ્યાની ઘટના બની હતી તે આ યુંઅવાની લાશ પણ એ ઘટનાની જ એક કડી છે લોકોનું ચોંકાવનારૂ નિવેદન એ છે કે થોડાજ દિવસના અંતર માં ત્રણ કિસ્સા અને ત્રણેવ યુવાન મિત્ર જ હોવાનું સામે આવ્યું છે.
અત્યારે જે વાંસદાના કાંટસવેલના યુવાનની લાશ મોટીવાલઝર પુલ પાસેથી મળી છે તે વાંસદા તાલુકાના કાંટસવેલ ગામના પારસી ફળિયાના રેહવસી ચિંતનભાઈ બિપીનભાઈ પટેલ છે તેમની (ઉ.વ.૨૫) છે હવે આવનારા સમયમાં પોલીસ શું સત્ય બહાર લાવે છે એ જોવું રહ્યું.

