ખેરગામ: થોડા દિવસ પહેલાં ખેરગામના તોરણવેરા ગામમાં નામી સંસ્થા દ્વારા બિરસા મુંડા ગૃપ ખેરગામ નેજા હેઠળ 70 થી 80 વર્ષની એકલવાયું જીવન જીવતા જરુરિયાતમંદ વિધવા માતાઓને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાલ દરમિયાન બધા જ ગરીબ લોકોની સ્થિતિ ગંભીર બની હતી જેમાં આ વિધવા માતાઓ પણ સામેલ હતી જેની હજુ પણ નાજુક સ્થિતિ સુધારી નથી ત્યારે આ પ્રસંગે તોરણવેરાના સંરપંચ શ્રી સુનિલભાઈ દભાડિયા એ દરેક ઘરની પસૅનલ મુલાકાત લઈ અનાજ કીટ વિતરણ કરાવ્યું હતું. કોઈપણ બાકી નહિ રહી જાઈ એનું ખાસ ધ્યાન સરપંચ દ્વારા રાખવામાં આવ્યું હતું.

આ વિતરણ પ્રસંગે સરપંચ સુનિલભાઈ દભાડિયા, હેમંતભાઈ નારણપોર, આશિષભાઈ વેણ ફળિયા, દિવયેશભાઇ ખેડુત એગ્રો રાકેશભાઈ ઘેજ હેમંતભાઈ વાવ મહેશભાઈ પાટી જીગ્નેશભાઈ વેણ ફળિયાના સહયોગથી જેથી તોરણવેરા ગામ વતી નામી સંસ્થાનો આભાર માન્યો હતો.