ખેરગામ: થોડા દિવસ પહેલા વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અનંતભાઈ પટેલ પર ખેરગામમાં કેટલાંક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલ ભાગ લીધો હતો જેને લઈને હાલમાં તેમને ધાકધમકીઓ મળી રાહી છે જેને લઈને તેઓ સામે આવ્યા છે.
Decision News સાથે વાત કરતાં ડો.નિરવ ભુલાભાઇ પટેલ જણાવે છે કે હાલ હું ચિંતુબા(છાંયડો) મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, તા-ખેરગામ, જી-નવસારીના સંચાલક અને સર્જન તથા પ્રમુખ, સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લા તરીકે અને IPP, INDIAN MEDICAL ASSOCIATION છું. મારી ફરિયાદની વિગતોમાં જણાવવાનું કે થોડા દિવસ પહેલા વાંસદા મતવિસ્તારના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અનંતભાઈ પટેલ પર કેટલાંક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, અને આ ઘટના હાલ પોલિસ તપાસ હેઠળ છે. આ પ્રસંગે સ્થાનિક આદિવાસી આગેવાન તરીકે મેં હાજરી આપી હતી,જેની કિન્નાખોરી રાખી 2 દિવસથી મારા સગા-સંબંધીઓને મારા નામની સતત ધમકીઓ મળી રહી છે કે ડો. નિરવ પટેલે તે દિવસે હાજરી આપેલ હતી તે બિલકુલ બરાબર કાર્ય નથી કર્યુ. ગઈકાલે એટલે સોમવાર 10/10/22ના રોજ અમારા સગા-સંબંધીઓને કહેવામાં આવ્યું કે આજે સાંજ સુધીમાં ડો. નિરવ પટેલનો વારો છે અને આજે સવારે જાણવા મળ્યું કે બહેજ રૂપાભવાની મંદિર ખાતેનું બોર્ડ કોઈ અજાણ્યા અસામાજિક ઈસમો દ્વારા રાત્રીના અંધકારનો લાભ લઈને તોડી નાખવામાં આવ્યું. ખેરગામમાં કલમ 144 લગાવવામાં આવેલ હોય અને પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ હોય તો પણ આ ઘટના ઘટી એ સ્થાનિક ખેરગામ તંત્રની કાયદા વ્યવસ્થા જાળવવામાં ગંભીર ચૂક સમાન છે કારણકે બોર્ડ ધાતુનું બનેલ હોય સરળતાથી તૂટે એવું નથી. શું કલમ 144 માત્ર અમારા જેવા કાયદો વ્યવસ્થા જાળવવામાં કાયમી સહકાર આપનાર સભ્ય સમાજને જ લાગુ પડે છે કે અસામાજિક તત્વોને પણ લાગુ પડે છે? એ અમારે જાણવું છે.
આદિવાસી સમાજના આ ઘટનાને અમે અમને મળી રહેલી ધમકીઓને પગલે સીધા હુમલા તરીકે જોઇ રહ્યા છીએ. અને અમને આશંકા છે કે ટૂંક સમયમાં વહેલામોડા બોર્ડ તોડવાનું દુ:સાહસ કરનાર અસામાજિક તત્વો અમારા પરિવાર, સ્ટાફ કે સમર્થકો પર એકલતાનો લાભ લઇ જીવલેણ હુમલો કરાવી શકે છે અથવા અમારી સંપત્તિઓને પણ નુકસાન કરાવી શકે છે. માટે આપને અમારો સ્પષ્ટ આગ્રહ છે કે આ ઘટનાને સામાન્ય ઘટના ગણીને હળવાશથી નહિ લેતા, આ ઘટનાની તાત્કાલિક ઊંડાણમાં તપાસ કરી જવાબદાર ઈસમોને ઝડપી પાડી એલોકો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરશો. આ ઘટનાના ગુનેગારો વિરુદ્ધ તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે અને ભવિષ્યમાં પણ જો અમારી કે વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં વસતા અમારા પરિવારો કે ઉપરના 3 જિલ્લાઓમાં આવેલી અમારી સંપત્તિ કે અમારા સમર્થકો સાથે કોઈપણ અનિચ્છનીય ઘટના ઘટશે તો એની દુરોગામી અશરથી ઉગ્ર પ્રતિક્રિયાઓ મળશે અને એના લીધે કાયદો-વ્યવસ્થા ખોરવાશે તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તે તંત્ર ધ્યાને લે.

