ઉમરપાડા: ગતરોજ તાલુકાના ગુલીઉમર ગામે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના એક્શન યુવા ગૃપ સહયોગથી પ્રાથમિક શાળા ખાતે‌ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

જુઓ વિડીઓ…

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે નિયામક,આયુષ્યની કચેરી, ગાંધીનગર ‌તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સુરત માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું‌‌ ધાણાવડ તા.ઉમરપાડા અને ગામના અગ્રણીઓ વડિલશ્રી રાજુભાઇ વસાવા, વસંતભાઇ વસાવા, ડો. ભરત ભડિયાદરા એમ.ડી જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું ધાણાવડ અને શ્રી એક્શન યુવા ગૃપના વિજય વસાવા, ડો. દિલીપ પીઠડીયા મે.ઓ. દેવગઢ, જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું ‌માંડવી, યોગ ટ્રેનર મંગેશ વસાવા, કુસુમબેન વસાવા સી.આર.સી દિલીપ ગામીત, શાળા આચાર્ય મેહુલભાઇ ઠંઠ તથા એક્શન યુવા ગૃપના વિજય વસાવા સાથે યુવા ગ્રુપના સહયોગથી આયુષ મેગા નિદાન કેમ્પ સારવાર કેમ્પનું ગુલીઉમર પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જે કેમ્પમાં રોગ પ્રતિકારક શક્તિ વર્ધક દવાઓ તથા સર્વ રોગનું નિદાન સારવાર કરવામાં આવ્યું હતું. ૭માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ભાગરૂપે હર દિન હર ઘર આયુર્વેદની થીમ અંતર્ગત‌ જેમા સંશમની વટી લાભાર્થી, ચાર્ટ પ્રદર્શન લાભાર્થીઓ‌ આને નિદાન-સારવાર કેમ્પમાં ૧૬૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો.