દાહોદ: આજરોજ ફતેપુરા ખાતે આદિવાસી સમાજ દ્વારા મોરવા હડફના ધારાસભ્ય, રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર, કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને નરેશ પટેલ ગણદેવીના ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્ય આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા મંત્રીના પૂતળાંનું દહન પણ કરવામાં આવ્યું

ફતેપુરાના આગેવાન મેહુલ તાવિયાડ જણાવે છે કે 2018 નો કાયદો અને 2020 ના નિયમો ના પાલન કરાવવાની જગ્યાએ રાજ્ય સરકાર , ગેર બંધારણીય પરિપત્રો કરીને બોગસ પ્રમાણપત્રો ધરાવતા લોકોને છાવરી રહી છે. બોગસ આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારના લીધે નવા નવા પરિપત્રો ફતવા બનાવી આદિવાસી સમાજ ને અન્યાય થઈ રહ્યો છે.

‘આદિવાસીઓને દારૂ ની પોટલી વગર સાંજ પડતી નથી’ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના આ નિવેદન સામે આદિવાસી સમાજ એ રોષ જોવા મળ્યો હતો.