કપરાડા: આજના દશેરા પર્વ પર ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર રાવણ દહન થશે પણ કપરાડાના મંત્રીના વિસ્તારમાં ત્રિરંગા કલર વાળો રાવણ બનાવવામાં આવ્યો હોવાના ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ બન્યા છે ત્યારે લોકો વચ્ચે ચર્ચાનો મુદ્દો ગરમાયો છે.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલા રીપોર્ટ અનુસાર આજના દશેરા પરવા પર આપણા દેશની શાનમાં વધારો કરતાં કલરોને આજે રાવણના પુતળા સાથે દહન કરવામાં આવશે.રે સવાલ એ થાય છે કે રાવણ બનાવનારને અન્ય કલર ના કપડાં ન મળ્યા.. કે પછી ત્રિરંગા કલરનું તેમના માટે કોઈ સન્માન નથી..? શું દેશની શાનમાં વધારો કરતાં આ કલરોને બાળવું કેટલુ યોગ્ય રહશે ? શું કપરાડામાં અન્ય કલરના કપડાં જ નથી.. શું દેશ હિતમાં સદા સતર્ક રહેતા રાજ્ય મંત્રીના જીતુભાઈના વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનશે કે પછી એના પર પગલાં લેવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે.