ખેરગામ: છેલ્લા કેટલાય વખતથી ચંદ્રની સપાટી જેવા ઉબડખાબડ રોડ પર આવજાવ કરીને ત્રાહિમામ થયેલા લોકો સાથે મળીને કરેલા આંદોલનની મજબૂત અસર આવતા ખુબ જ ટૂંકા સમયમાં રોડનું સુંદર રીતે સમારકામ પૂર્ણ થતાં અમે બધાએ પ્રથમ આંદોલન સ્થળે લોકોને ચોકલેટ અને ફૂલવર્ષા ઉજવણી કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

ઉજવણીનો આ નવતર પ્રયોગ પહેલીવાર કરવામાં આવ્યો. મોટા મોટા હસ્તીઓનું તો સામાન્ય વ્યક્તિઓ કાયમી ફુલહાર અને સન્માન કરતા હોય છે, પરંતુ આ વખતે સન્માનના જે સાચી હકદાર સામાન્ય જનતા હતી તેમનું સન્માન કરવામાં આવ્યું, કારણકે આ કાર્ય પૂરું કરવામાં સતત સમર્થન આપ્યું અને ગઈકાલે પણ મોટાભાગના તમામે ખુશીઓથી પ્રત્યુત્તર આપ્યો કે ભવિષ્યમાં પણ આવા અન્યાય હશે તો અમે તમારી સાથે સહકારમાં હોઈશું.

શરૂઆતમાં ઘટનાસ્થળે હાજર ઘણાલોકોની સતત નકારાત્મક ઉર્જાથી કામગીરી શરુ કરવામાં આવી કે આટલુ જ થશે, હવે પછીનું કંઈ નહીં થાય એમ કરતા કરતા 1.5 મહિનાથી ઓછા સમયમાં(તેમાં મોટાભાગનો સમય ભારે વરસાદ હોવાથી તાત્કાલિક નહીં થઇ શક્યું)દશેરાની આગલી રાતે અન્યાય,ભ્રષ્ટાચાર, હેરાનગતિ,માનસિક-શારીરિક યાતનારૂપી ખરાબીનો અંત લાવવામાં કારણભૂત બન્યા એનો અનોખો આનંદ છે.