ચીખલી: હાલમાં જ ચીખલી મજીગામ શાળાની છાત્રાના અપમૃત્યુ પછી જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ હવે પછી જો જિલ્લાની કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચરિંગ કરતા કે મારતાં હોય એવા શિક્ષકો પર કાર્યવાહી કરવાની નવસારી જિલ્લા બાળ સુરક્ષા એકમે જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય ચીખલીની હાઇસ્કૂલની છાત્રાના અપમૃત્યુ બાદ જિલ્લા બાળ સુરક્ષા એકમે જણાવ્યું કે નવસારી જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓને અપીલ કરી કે તમારી શાળામાં કોઈપણ શિક્ષક કે શિક્ષકાઓ તેમને અભ્યાસ બાબતે કે બીજી બાબતે ટોર્ચરિંગ કરતા હોય કે મારપીટ કરતા હોય તો આ બાબતે બાળ કલ્યાણ સમિતિ જુની કલેકટર કચેરી નવસારી અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ- નવસારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-ખૂન્ય ચીખલીમાં પત્રથી તેમજ ટેલિફોનથી જાણ કરવા જણવાયું છે. ચીખલીમાં ધોરણ-12ની છાત્રાના વાલીઓએ શાળાના સ્ટાફ દ્વારા હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરતા તંત્ર એક્શનમાં આવી વિદ્યાર્થીઓને હેરાન કરતા શિક્ષણ વિભાગના કોઈની સામે પણ કડક કાર્યવાહી કરાશે તેવું જણાવાયું છે.
બાળ કલ્યાણ કમિટીના ચેરમેન ઓમપ્રકાશ અગ્રવાલ જણાવ્યું કે બાળ સુરક્ષા એકમને મળેલી ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે. 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોની મારપીટ કરવી કે ટોર્ચરિંગ કરવું એ જુવેનાઇલ જસ્ટીસ એક્ટની કલમ નંબર-75 મુજબનો ગુનો બને છે. જેમાં ત્રણ વર્ષ સુધીની કેદની સજા અથવા એક લાખ સુધીનો દંડ અથવા બન્નેની સજાને પાત્ર ઠરશે.

