નર્મદા: ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે આજ રોજ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના (PMAY) હેઠળ નિર્માણ થયેલ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લના ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર સહિતના 15 ગામોમાં આવાસ યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો,

Decision Newsને મળેલી માહિતી મુજબ અક્તેશ્વર ગામના આવાસના લાભાર્થી ગૌતમભાઈ શંકરભાઈ તડવીના આવાસનું લોકાર્પણ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રક્ષાબેન રાકેશભાઈ તડવીએ રીબીન કાપી વિધિવત રીતે ગૃહપ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ન્યાય સમિતિના અધ્યક્ષ રક્ષાબેન રાકેશભાઈ તડવી, ગામના સરપંચ વિલાસબેન દીપકભાઈ તડવી, તાલુકામાં પંચાયત ગરૂડેશ્વર S.B.Mના કર્મચારી અશોકભાઈ.કે. તડવી, મિશન મંગલમ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર, પ્રાથમિક શાળાના શિક્ષકો, સહિત કર્મચારીઓ અને ગામના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

મહત્વનું છે કે, નર્મદા જિલ્લામાં ૨૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન ”સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સામુહિક સફાઇ, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, પ્રભાત ફેરી, સ્વચ્છતા થીમ પર સાંકૃતિક કાર્યક્ર્મ, વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા, રંગોળી, ભીંતચિત્રો, જળાશયો ,નદી ,તળાવ, વગેરેની નજીકના વિસ્તારોમાં સ્વછતા રાખવા તેની આસપાસ વૃક્ષારોપણ કરવા સહિતના કાર્યક્ર્મ કરી લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી આ કાર્યક્ર્મ યોજાયો હતો.