કપરાડા: આજરોજ કપરાડાના પીપલસેત ગામના બાળકના અપમૃત્યુ કેસમાં શાળાના ટ્રસ્ટીઓ તરફથી બાળકના પિતાને સહાયની રકમની ચુકવણી કરવામાં આવી. હજુ સરકાર તરફથી અકસ્માત મૃત્યુ અને GEB તરફથી કરંટ લાગવાને કારણે મૃત્યુ થવાના સંજોગોમાં પણ વળતર ટૂંક સમયમાં મળશે. એટલે બાળકના પરિવારની ખોટ તો પૂરી નહીં શકાય પરંતુ એમના પરિવારને સહાય અપાવવામાં મદદરૂપ થવા સમાજ ઉત્થાનકારી ડો. નિરવ પટેલ મળ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ આંતરિક વિવાદોને કારણે અતિશય દયનિય હાલતમાં ચાલતી નાંધઈ શાળા ભણવા યોગ્ય બને અને બાળકોને શિક્ષણ સારી પરિસ્થિતિમાં મળી રહે એવી વ્યવસ્થિત અને સરખી કરવાની માંગણી સંચાલકો સમક્ષ મૂકી અને ટૂંક સમયમાં એના પર અમલવારી કરવા પર આગ્રહ પણ કર્યો. અડચણરૂપ કાર્યોમાં અમારો સંપૂર્ણ સહકાર રહેશે અને ખાલી શરૂઆત કરો અમે સાથે જ છીએ એમ ડો. નિરવભાઈએ ખાતરી આપી હતી
આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના ધીરુભાઈ, જુગલભાઈ, માજી સરપંચ નટુભાઈ, કાર્તિકભાઈ, હર્ષદભાઈ, બિસ્તુભાઈ, નોટરી શૈલેષભાઇ, અરુણભાઈ તેમજ અન્ય આગેવાનો સાથે કીર્તિભાઇ, જીગર, મયુર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

