ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે વલસાડ તાલુકાના વાંકલ ગામે આદિવાસી સમાજની જળ, જંગલ, જમીન અને સમાજની અસ્મિતાને ખતમ કરનાર કંપની મેરીટ પોલીમર્સના વિરુદ્ધમાં સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અવારનવાર વિવિધ પ્રોજેક્ટના નામે આદિવાસી સમાજ ની અસ્મિતાને નુકશાન પહોંચાડનાર પ્રોજેક્ટ લાવીને આદિવાસી સમાજની જળ, જંગલ, જમીનને નુકશાન પહોંચાડવાની વાત કરે છે એ આદિવાસી સમાજને સ્વીકાર્ય નથી. વલસાડ તાલુકામાં વાંકલ ગામે મેરીટ પોલીમર્સ કંપનીના વિરુદ્ધમાં ઉલગુલાંન ચાલુ કરવામાં આવે છે

આ ચર્ચા પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતાં અને સરકારના આ અન્યાય સામે લડત ચાવવાની સમ લીધા હતા.